ભોજપુરી ક્વિન આમ્રપાલી દુબે તેનાં ફેન્સ વચ્ચે હમેશાં ચર્ચામાં રહે છે. તે ભોજપુરી સિનેમાનું જાણીતું નામ છે. તે કંઇપણ કરે છે તેનાં ચર્ચા થઇ જાય છે ભલેને તે કોઇ નવી ફિલ્મનું શૂટિંગ હોય કે પછી કોઇ સોન્ગ રિલીઝ કેમ ન હોય. તે તેનાં કામ અને તેની અદાઓથી લાખો લોકોનાં દિલ પર રાજ કરે છે. આ ભોજપૂરી એક્ટ્રેસનાં ગુજરાતી ફેન્સ પણ ઘણાં બધા છે.
હાલમાં ફરી એક વખત ચર્ચામાં છે કારણ છે કે તે કોરોનાની ચપેટમાં આવી ગઇ છે. તેણે પોતે આ માહિતી તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આપી છે.
આમ્રપાલીએ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, 'હું આપ લોકોને જણાવવાં ઇચ્છુ છુ કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે અને મારા પરિવારે તમામ જરૂરી સાવધાની વર્તી છે અને અમે લોકો મેડિકલ કેર હેઠળ છે. કૃપ્યા પરેશાન ન થતા. અમે સ્વસ્થ છીએ. બસ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરજો. અમારું સ્વાસ્થ્ય જલદી સારુ થાય.
આ ફટો ઉપરાંત તેણે કેપ્શનમાં લખ્યું છે. મારા અને મારા પરિવારને આપની પ્રાર્થનાઓ ને દુઆઓમાં શામેલ કરજો #covid
ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે (Amrapali Dubey) અને ખેસારી લાલ યાદવ હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ આશિકી (Aashiqui)નાં શૂટિંગમાં વ્યસ્ત છે.