ભોજપુરી અભિનેત્રી (Bhojpuri Actress) મોનાલિસા (Monalisa)ને આજે સિનેમા જગતમાં કોઈ ઓળખની જરૂરત નથી. તે પ્રાદેશિક સિનેમા તેમજ ટીવીમાં પણ ખૂબ સક્રિય છે. તે હવે નાના પડદા પર પણ રાજ કરે છે. અભિનેત્રી લક્ઝરી લાઈફની શોખીન છે. તે ઘણીવાર તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ટૂર પર પણ જાય છે. મોનાલિસા 'બિગ બોસ 10' (Bigg Boss 10) જેવા શોનો ભાગ રહી ચૂકી છે. તે એવી હિરોઈનોમાંની એક છે જે ભોજપુરી ફિલ્મો (Bhojpuri Movie)માં જંગી ચાર્જ લે છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની કુલ સંપત્તિ (Monalisa Net Worth) અને આવક વિશે જણાવી રહ્યા છીએ.
મોનાલિસા ફિલ્મોમાં દેખાય તે પહેલા તેના કાકાએ તેને સ્ટેજ પર નામ આપ્યું હતું. આજે સ્થિતિ એ છે કે, તે તેના વાસ્તવિક નામથી નહીં પરંતુ તેમના સ્ટેજના નામથી આખા દેશમાં પ્રખ્યાત છે. હવે જો તેની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તે $2.5 મિલિયન (Monalisa Net Worth)ની માલિક છે.