એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ધ કપિલ શર્મા શો 'The Kapil Sharma Show'ની ટીમનો દબદો સૌ કોઇ જાણે છે. કપિલ શર્મા (Kapil Sharma)ની સાથે જ શોનો દરેક સ્ય દર અઠવાડિયે ધમાલ મચાવે છે અને છવાઇ જાય છે. કૃષ્ણાનો ડાન્સ હોય કે, ભારતીની એક્ટિંગ હોય, ચંદન અને કીકૂની વાતો અને મસ્તી હોય. તમામ કિરદાર દર્શકોને પસંદ આવે છે.
હાલમાં જ શોની કો-સ્ટાર ભારતી સિંહ (Bharti Singh)એ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેણે કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath) સાથે જોડાયેલી ઘણી વાતો કરી. ભારતીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ ગર્ભવતી છે. તેમ છતા તે 'ધ કપિલ શર્મા શો'ની ટીમનું ખુબજ ધ્યાન રાખે છે. ઇન્ટરવ્યૂમાં ભારતીએ કપિલને 'ભૈયા' કહીને સંબોધિત કર્યો હતો.
ભારતીએ કહ્યું કે, કપિલ શર્માઅને ગિન્ની ચતરથ અંગે વાત કરતાં કહ્યું કે, 'ગિન્ની એક ખુબજ અદ્ભૂત વ્યક્તિ છે. જ્યારે ધ કપિલ શર્મા શોની ટીમ કપિલનાં ઘરે રિહર્સલ માટે આવે છે તો તે પોતે અમને ભોજન સર્વ કરે છે. જોકે, કપિલનાં ઘરમાં ત્રણ કૂક છે. છતાં પણ ગિન્ની વ્યક્તિગત રૂપે તમામ કામ જુએ છે. અને જરૂર મુજબ તેમને નિર્દેશ પણ કરે છે. ગર્ભવતી હોવા છતાં ગિન્ની કલાકો ઉભી રહીને અમારા સૌનું ધ્યાન રાખે છે.'