મુંબઈ : ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’(The Kapil Sharma Show)ફરીથી શરૂ થવાથી કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) ઘણી ખુશ છે. ભારતી પાસે ખુશ થવાના એક નહીં પણ બે-બે કારણ છે. પ્રથમ તો એ કે તે ફરીથી આ શો દ્વારા દર્શકોના દિલો પર રાજ કરવાની છે અને બીજુ સૌથી મોટી ખુશી એ છે કે આ વખતે તેણે શો માટે 15 કિલો વજન ઘટાડ્યું (bharti singh loses 15 kilo weight)છે. (તસવીર સાભાર - @bharti.laughterqueen/instagram)