એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) એક્ટિંગની સાથે સાથે સમાજ સેવા કરવાં માટે જાણીતી છે. ગત વર્ષે કોરોના વાયરસની પહેલી લહર દરમિયાન તેણે લોકોની ખુબ સેવા કરી હતી ત્યારથી તે સતત જરુરિયાતમંદોની મદદ કરતો આવે છે. બુધવારે સોનૂ સૂદે મુંબઇ ઓફિસ પર ઇનકમ ટેક્સ વિભાગનાં અધિકારી પહોંચી ગયા છે. ઇનકમ ટેક્સ વિભાગે તેમની ઓફિસમાં 'સર્વે' કર્યો છે. બુધવારે મુંબઇનાં 6 અલગ અલગ વિસ્તારમાં આઇટી વિભાગનાં અધિકારી પહોંચી ગયા છે. આ સર્વેથી પહેલાં અનેક બોલિવૂડ સ્ટાર્સનાં ત્યાં પણ આવકવેરા ડિપાર્ટમેન્ટની રેડ પડી ચૂકી છે. (File Photo)
2012માં આવકવેરા વિભાગે સોનૂ સૂદનાં ઘરે રેડ પાડી હતી. સોનૂએ ત્યારે 30 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. જે બાદ આવકવેરા વિભાગે તેમનાં ઘરે રેડ પાડી હતી. સોનૂ સૂદ પહેલાં અનુરાગ કશ્યપ (Anurag Kashyap), તાપસી પન્નૂ (Taapsee Pannu), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra), કેટરીના કૈફ (Ketrina Kaif), સંજય દત્ત, (Sanjay Dutt), અને સલમાન ખાન (Salman Khan) જેવાં સ્ટાર્સનાં ત્યાં ITની રેડ પડી ચૂકી છે. (File Photo)