

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બાલિકા વધુ સિરીયલથી નાની ઉંમરમાં ખુબ બધી કામિયાબી મેળવનારી અવિકા ગૌરે 13 કિલો વજન ઉતારી દીધુ છે હવે તે ફેટમાંથી ફઇટ થઇ ગઇ છે. આ સથે જ તેણે તેનાં વજન ઘટવાની સંપૂર્ણ કહાની પણ જણાવી છે. તેની તસવીરો જોઇને સ્પષ્ટ માલૂમ પડે છે કે તેની વજન ઉતારવા માટેની મહેનત રંગ લાવી છે. અને તે ફેટ ટૂ ફિટ થઇ ગઇ છે.


એક વર્ષ પહેલાં અવિકા તેનાં વજનથી ખુબજ પરેશાન હતી. તે હમેશાં આ મામલે સ્ટ્રેસમાં રહેતી હતી ઘણી વખત તો તે રાત્રે ઉઠી ઉઠીને રડતી હતી. પોતાનાં વધેલાં વજન અંગે તેણે ખુલીને વાત પણ કરી છે.


અવિકા કહે છે કે, મને યાદ છે એક વર્ષ પહલાં એક રાત્રે હું મારી જાતને અરિસામાં જોઇને રડી પડી હતી મને મારી જાત જ નહોતી ગમી રહી. અવિકાએ જણાવ્યું કે, આ બધુ જ તેની ખાવા પીવાની ખોટી આદતોને કારણે થયું છે.


અવિકા વધુમાં કહે છે કે, 'તે ખાતી પીતી હતી અને વર્ક આઉટ પણ કરતી ન હતી. શરીરને પણ દેખભાળની જરૂર હોય છે પણ તેણે ક્યારેય આ વાતની કદર કરી જ ન હતી.'


જોકે, અંતે અવિકાએ એક દિવસ તેનાં વધતા વજનને કંટ્રોલમાં લાવવાનું ઠાની લીધુ હતું. અવિકા કહે છે કે, 'મે યોગ્ય ખાનપાન અને વર્કઆઉટ શરૂ કર્યું.આમ કરવાંમાં અડચણો ઘણી જ આવી. પણ લાંબા સમય બાદ હવે મારુ બોડી શેપમાં આવી ગયું છે.'