'બાહુબલી' ફ્રેન્ચાઈઝીમાં કામ કર્યા બાદ આ જ નામથી ફેમસ થયેલા સુપરસ્ટાર પ્રભાસ 43 વર્ષનો થઈ ગયો છે. પ્રભાસનો જન્મ આંધ્ર પ્રદેશના એક સમૃદ્ધ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. 23 ઓક્ટોબર 1979ના રોજ ચેન્નાઈમાં જન્મેલા પ્રભાસનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. તેને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યાને 20 વર્ષ થઈ ગયા છે અને હવે તે પાન ઈન્ડિયા ફિલ્મોમાં પોતાના અભિનયથી અમીટ છાપ છોડી રહ્યો છે. પ્રભાસ આજે ટોલીવુડના સૌથી સફળ અને ધનિક એક્ટર્સમાંથી એક છે. ચાલો તમને જણાવીએ તેમની પ્રોપર્ટી, ઘર, કાર અને કમાણી વિશે...