કપિલ શર્મા શોમાં તેઓ કરંટ ટોપિકને લઇને ઘણી વખત કોમેડી કરતાં હોય છે. હાલમાં જે પ્રમાણે દેશમાં ન્યૂઝ ચેનલ્સ દ્વારા સમાચાર દર્શાવવામાં આવી રહ્યાં છે. તેની મિમિક કપિલ શર્માનાં (Kapil Sharma)શોમાં કરવાંમાં આવી હતી. આ સમયે ત્યાં હાજર સૌ કોઇ પેટ પકડીને હસવાં લાગ્યા હતાં. શોમાં આ સમયે મનોજ બાજપેયી (Manoj Bajpayee)અને અનુભવ સિન્હા (Anubhav Sinha) આવ્યાં હતાં. આ શોની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.