એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : બોલિવૂડમાં હાલમાં સફળતાનું બીજુ નામ આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)બની ગયો છે ત્યારે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અંગે પોતાનાં વિચાર જાહેર કર્યા છે. આયુષ્માને આ મામલે વાત કરતાં કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીમાં એક સફળ શરૂઆત કરવા માટે આયુષ્માને અભિનયની શરૂઆત માટે પાંચ ફિલ્મો રિજેક્ટ કરી દીધી હતી. તેણે કહ્યું કે, મને ખબર છે કે એક બહારની વ્યક્તિ હોવાને કારણે મને બીજી તક નહીં મળે.
આયુષ્માને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ મુદ્દે કહ્યું કે, 'સફળ સ્ટાર કિડ્સ વાસ્તવમાં પ્રતિભાશાળી છે. તેમને તેમનો પહેલો બ્રેક મળે છે પણ પછી તેમને ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે એક બેન્ચમાર્ક પાર કરવો પડે છે. જો હું મારું 50 ટકા આપુ છો લોકો કહે છે કે મે તેને જાતે હાંસેલ કર્યો છે. જ્યારે સ્ટાર કિડ્સ 80 ટકાની ક્ષમતા છે અને તે તેનો 100 ટકા આપે છે તો પણ લોકો સંતુષ્ટ થતા નથી.'
આયુષ્માન ખુરાનાએ વર્ષ 2012થી ફિલ્મ વિક્કી ડોનરમાં એક સ્પમ ડોનરની ભૂમિકા અદા કરી હતી. તેણે ન ફક્ત કોમર્શિયલ એન્ટરટેનરનાં રૂપમાં તેની સુક્ષ્મતા સાબિત કરી છે. પણ સામાજિક રૂપથી પણ પ્રાસંગિક ફિલ્મોમાં દમદાર અભિનય કરીને પ્રશંસા હાંસેલ કરી છે. આયુષ્માન હાલમાં પણ ફિલ્મ નિર્માતાઓ પાસે કામ માંગતા સંકોચ નથી કરતો. એક મીડિયા હાઉસનાં કાર્યક્રમમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે પોતે ફિલ્મ અંધાધુંધ અને આર્ટિકલ 15 માટે નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો. કારણ કે તેનું માનવું છે કે, 'કામ માંગવામાં શરમ ન કરવી જોઇએ'
આયુષ્માન એક્ટર હોવાની સાથે એક સફળ સિંગર પણ છે. તે કોલેજનાં સમયમાં નાટકોમાં કામ કરતો હતો અને તેનાં ગ્રુપની સાથે અલગ અલગ શહેરોમાં જઇને પરફોર્મન્સ પણ આપતો હતો તેણે એક વખત મજાકમાં કહ્યું હતું કે, 'તે એક ટ્રેઇન્ડ સિંગર છે કારણ કે તે ટ્રેનમાં ગાતો હતો.' તેણે આ ઘટના પર ખુલાસો કરતાં કહ્યું કે, તેણે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ગીતો ગાયા તાં અને યાત્રીઓથી પૈસા પણ લીધા હતાં. જે એટલાં હતાં કે તે તેનાં ગામ સુધી સફર કરવા માટે પર્યાપ્ત હતાં.