બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayshmann Khurrana Birthday)નો આજે જન્મ દિવસ છે. તે 37 વર્ષનો થઇ ગયો છે. તેનો જન્મ 14 સ્પટેમ્બર 1984નાં પંજાબનાં ચંદીગઢમાં થયો હતો. તેનું બાળપણમાં નામ નિશાંત ખુરાના હતું. પણ જ્યારે તે 3 વર્ષનો થયો ત્યારે તેનાં માતા પિતાએ તેનું નામ બદલીને આયુષ્માન ખુરાના કરી દીધુ હતું. આયુષ્માન આજે બોલિવૂડનો સુપર સ્ટાર છે. આજે આયુષ્માનનાં જન્મ દિવસે ચાલો જાણીએ તેની અને તાહિરા કશ્યપની લવ સ્ટોરી અંગે અને તેમનાં બે બાળકો અંગે
'વિક્કી ડોનર'થી લઇ 'બધાઇ હો' સુધી આયુષ્માને દર વખતે રિસ્કી રોલ્સ પસંદ કર્યાં અને પોતાની પસંદગી હમેશાં સાચી ઠરી. આજે આયુષ્માન તેનો 37મો જન્મ દિવસ (Ayushmann Khurrana 37th Birthday) ઉજવી રહ્યો છે. આયુષ્માન અનુસાર, તાહિરા તેનાં જીવનની પહેલી અને છેલ્લી યુવતી છે. એક ઇન્ટરવ્યૂં દરમિયાન આયુષ્માને કબુલ્યું હતું કે, જ્યારે તેનાં લગ્ન તાહિરા સાથે થયા ત્યારે તેનાં જીવનમાં આર્થિક કટોકટી હતી. તે સમયે તેનાં અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં.