બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayshmann Khurrana Birthday)નો આજે જન્મ દિવસ છે. તે 37 વર્ષનો થઇ ગયો છે. તેનો જન્મ 14 સ્પટેમ્બર 1984નાં પંજાબનાં ચંદીગઢમાં થયો હતો. તેનું બાળપણમાં નામ નિશાંત ખુરાના હતું. પણ જ્યારે તે 3 વર્ષનો થયો ત્યારે તેનાં માતા પિતાએ તેનું નામ બદલીને આયુષ્માન ખુરાના કરી દીધુ હતું. આયુષ્માન આજે બોલિવૂડનો સુપર સ્ટાર છે. આજે આયુષ્માનનાં જન્મ દિવસે ચાલો તેનાં એપાર્ટમેન્ટની એક લટાર મારીયે. ચાલો જોઇએ તે અંદરથી કેવો દેખાય છે. તેની તસવીરી ઝલક પર કરીએ એક નજર