એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો 'બાલિકા વધૂ'ની (Balika Vadhu) આનંદી એટલે કે અવિકા ગૌર (Avika Gor) ગત થોડા સમયથી તેનાં બોડી ટ્રાન્સફોર્મેશન માટે ચ્રચામાં છે. તેણે વેટ લોસ કરીને હવે સુંદર બોડી બનાવી લીધી છે જેની તસવીરો તે અવાર નવાર શેર કરતી રહે છે. અવિકાએ તેનું વજન ઘટાડી દીધુ છે. અને હવે આ વેટલોસ બાદ અવિકા તેની સુપરફિટ બોડી સોશિયલ મીડિયા પર ફ્લોન્ટ કરી રહી છે. અવિકાએ તેનાં વેકેશનની એક બિકિની ફોટો શેર કરી છે.
અવિકાએ કહ્યું કે, ટીવીએ મને ઘણી જ કમ્ફર્ટેબલ બનાવી દીધી હતી. મને થવાં લાગ્યું હતું કે, ભલે હું મારું 100 ટકા ન આપું પણ લોકો મને પ્રેમ કરવાનાં જ છે. હું વિચારવાં લાગી હતી કે, લોકો મને એમ જ પસંદ કરે છે જેમ હું છું. તેથી મારે બદલાવવાની જરૂર નથી. ભલે હું પ્રોફેશનલી સારુ કામ કરતી હોવું પણ હું ખુશ ન હતી. તેનું કારણ હતું કે હું મારું 100 ટકા નહોતી આપતી. ન શારીરિક રૂપથી ન માનસિક રૂપથી.