Happy Birthday Ashutosh Gowariker : આશુતોષ ગોવારીકર (Ashutosh Gowariker) આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1964ના રોજ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં અશોક અને કિશોરી ગોવારીકરના ઘરે થયો હતો. આશુતોષ એક ફિલ્મ નિર્દેશક, નિર્માતા (Filmmaker), લેખક અને અભિનેતા છે. તે પીરિયડ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મો દર્શકો અને વિવેચકોને પસંદ આવે છે. આશુતોષ ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી ચૂક્યા છે. તેમણે 1998-99માં CIDમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે 'સર્કસ'માં પણ કામ કર્યું છે. આશુતોષ હંમેશા સારા કામ પર ધ્યાન આપે છે. તે ભલે ઓછી ફિલ્મો બનાવે, પરંતુ તે તેની બધી જ મહેનત પોતાની ફિલ્મો બનાવવા માટે લગાવે છે. તેમના જન્મદિવસ પર, ચાલો તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પર એક નજર કરીએ... (ફોટો ક્રેડિટ્સ: Instagram @agppl)
ખલે હમ જી જાન સે: માનિની ચેટરજીની ડુ એન્ડ ડાઈ: ધ ચિટાગોંગ વિપ્લવ પર આધારિત, 'ખેલે હમ જી જાન સે'ને વિવેચકોની પ્રશંસા મળી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી. અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ અને સિકંદર ખેર અભિનીત આ ફિલ્મમાં આશુતોષ ગોવારીકરના નિર્દેશનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. (ફિલ્મ પોસ્ટર)