રણવીર સિંહનો ન્યૂડ ફોટોશૂટ અત્યારે ચર્ચામાં છે. ચારેય તરફ બોલિવૂડના 'બાબા' ના આ ફોટોશૂટની ચર્ચા છે. કપડા વગર ક્લિક કરાવ્યા પછી આટલો વિવાદ થશે, એ કદાચ રણવીર સિંહે પણ નહીં વિચાર્યું. પેપર મેગઝિન માટે તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું, પરંતુ હવે સવાલ એ છે કે આખરે આ વિવાદિત તસવીર શૂટ ક્યાં થઈ હતી, કોણે તેને શૂટ કરી હતી, ક્યારે કરી અને કેટલા દિવસમાં ફોટોશૂટ પૂરું કર્યું.