સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસથી જોડાયેલા ડ્રગ્સ એન્ગલમાં હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં હવે એક નવું નામ જોડાયું છે. બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઇને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો હાલ તપાસ કરી રહ્યો છે. આ પૂછપરછમાં બુધવારે બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સ એનસીબીની ઓફિસે પહોંચી ફોટો સભાર- viral bhayani
ત્યાં જ અર્જૂન રામપાલને 12 નવેમ્બરના રોજ એનસીબીથી પૂછપરછ કરવા માટે હાજર રહેવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અર્જૂન રામપાલનો સાળો અને ગૈબ્રિએલાના ભાઇની પહેલા જ અટક થઇ ચૂકી છે. તેની પર ડ્રગ્સ તસ્કરી અને ડ્રગ્સ રાખવાનો કેસ ચાલી જ રહ્યો છે. ત્યારે હવે આ કેસમાં અર્જૂન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ફોટો સભાર- viral bhayani