એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનને 4 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. પણ દિવગંત એક્ટરનાં મોતનું સત્ય આજ દિન સુધી બહાર નથી આવ્યું તેનાં મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને એક્ટરનાં મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઇકોર્ટે જામીન પણ આપી દીધા છે. આ વચ્ચે ગત દિવસોમાં આવેલી ખબર મુજબ, NCBએ આ મામલે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા (Gabriella Demetriades)નાં ભાઇની ધરપકડ કરી લીધી છે.
તેને ઇન્સ્ટાગ્રામ પર આશરે 422 હજાર લોકો ફોલો કરે છે. પણ હવે તેને તેનું અકાઉન્ટ પ્રાઇવેટ કરી લીધુ છે. આપને જણાવી દઇએ કે ગેબ્રિએલા આફ્રિકન મૂળની મોડલ છે. અને ઘણા સમયથી અર્જુન રામપાલને ડેટ કરી રહી છે. અર્જુન રામપાલની સાથે તે લિવ ઇનમાં રહે છે. અર્જુન અને ગેબ્રિએલાને એક દીકરો પણ છે. જેનું નામ એરિક છે.