વર્ષનાં સૌથી આઘાતજનક બ્રેકઅપ ન્યૂઝ હોય તો તે છે નેહા કક્કર અને હિમાંશ કોહલીનાં. થોડા દિવસ પહેલાં જ બંનેએ ઇન્ડિયન આઇડોલનાં મંચ પર કહ્યું હતું કે તેઓ આગામી વર્ષોમાં લગ્ન કરી શકે છે. જ્યારે આ વાતનાં થોડા જ દિવસોમાં નેહાનાં બ્રેકઅપનાં સમાચાર આવ્યા હતાં નેહા અને હિમાંશ 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. અચનાક જ તેમનાં બ્રેકઅપથી તેની પર્સનલની સાથે પ્રોફેશનલ લાઇફને પણ અસર થઇ રહી છે.