<br />એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અર્જુન કપૂર (Arjun Kapoor) આજે તેનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 26 જૂન,1985નાં મુંબઇમાં થયો હતો. તે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર (Boney Kapoor)નો દીકરો છે અને એક્ટર અનિલ કપૂર (Anil Kapoor)નો ભત્રીજો છે. 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અર્જુન તેની પ્રોફેશનલ લાઇફથી વધુ તેની પર્સનલ લાઇફ અંગે વધુ ચર્ચામાં રહે છે. તે લાંબા સમયથી તેનાં કરતાં ઉંમરમાં મોટી મલાઇકા અરોરા (Malaika Arora) સાથે રિલેશનશિપમાં છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, તેને ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલાં સલમાન ખાન (Salman Khan)એ જ ગ્રૂમ કર્યો હતો. પણ બંનેનાં સંબંધમાં ત્યારે ખટાશ આવી જ્યારે અર્જુન અને મલાઇકાનું નામ જોડાયું. આજે બંને એકબીજાનો ચહેરો પણ નથી જોતા.