રિશિ કપૂર હાલમાં અમેરિકાાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યાં છે. રિશિ કપૂરને બોલિવૂડનાં સ્ટાર્સ અવાર નવાર મળવાં પહોંચે છે. ગત દિવસોમાં જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પહોચ્યા હતાં. ત્ાયરે હાલમાં આ દિવસોમાં જ બોલિવૂડનાં સૌથી ચર્ચિત કપલ પણ રિશિ કપૂરની ખબર કાઢવા પહોચ્યા હતાં. આ કપલ છે મલાઇકા અરોરા અને અર્જુન કપૂર.
રિશિ કપૂરે આ ખાસ તસવીર શેર કરવાની સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, 'મને મળવા આવવા માટે ધન્યવાદ મલાઇકા-અર્જુન. આશા રાખુ કે આપ 'રેડ ફાર્મ' પર લન્ચ કરી શકો અને રોકેટમેન જોઇ શકો.' આપને જણાવી દઇએ કે, 'રોકેટમેન' એક હોલિવૂડ ફિલ્મ છે. રિશિ કપૂરની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે, મલાઇકા-અર્જુનનો આ ફિલ્મ જોવાનો પ્લાન છે.
ઇન્ટરવ્યુંમાં મલાઇકાએ કહ્યું કે, અરબાઝ સાથે છુટાછેડા બાદ બંનેનાંનો પ્રેમનાં પરવાને છે. મલાઇકાએ કહ્યું કે, આ કમાલની ફિલિંગ છે. જ્યારે મારા સંબંધ તુટી રહ્યાં હતાં. ત્યારે હું નહોતી જાણતી કે, મને બીજી વખત રિલેશનમાં જવું છે કે, જોકે હું ઇચ્છતી તી કે હું મારી જાતને એક તક આપું. મને ખુશી છે કે, મે સાચો નિર્ણય લીધો.