બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હાલમાં તેની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સાથે વેકેશન પર છે. બંને હાલમાં ધરમશાલામાં રજાઓ માણી રહ્યાં છે. ફક્ત અર્જુન મલાઇકા નહીં પણ કરીના કપૂર ખાન દીકરો તૈમુર અલી ખાન અને સૈફ અલી ખાન પણ તેમની સાથે છે. આ કપલ અહીંથી તેમનાં ફોટો અને વીડિયો ફેન્સને શેર કરી રહ્યાં છે. હાલમાં જ અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી મલાઈકા અરોરાનો ફોટો શેર કર્યો છે. આ તસવીર જોઈને લાગે છે કે અભિનેતાએ ગૂપચૂપ તેનો આ ફોટો લીધો છે. મલાઇકા અરોરાની આ તસવીર શેર કરતી વખતે અર્જુન કપૂરે એક કેપ્શન પણ શાનદાર લખ્યું છે.