મુંબઈઃ સુશાંત સિંહ રાજબૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમ (Nepotism)ના મુદ્દો ગરમાયો છે. એક્ટરના મોત પછી અનેક સેલિબ્રિટી સામે આવી છે. જેમણે બોલિવૂડમાં ફેલાયેલા ભાઈ-ભત્રીજાવાદ ઉપર પોતાનો પક્ષ રાખી રહ્યા છે. બોલિવૂડની 'પંગા ક્વીન' કંગના રનૌત (Kangana Ranaut)થી લઈને સોનૂ નિગમ (Sonu Nigam) સુધી, અનેક સ્ટાર્સને નેપોટિઝમ્સ અને ગ્રુપિઝમ ઉપર ઈન્ડસ્ટ્રીના કેટલાક બેનર્સ ઉપર નિશાન સાધ્યું છે.
સંગીતકાર પ્રમાણે બોલિવૂડમાં તેમની સામે અફવા ફેલાવનારી એક આખી ગેંગ છે. જે તેમને કામ કરવાથી રોકે છે. રેડિયો મિર્ચી સાથે વાતચીત દરમિયાન જ્યારે એ.આર. રહેમાનને પૂછવામાં આવ્યું કે હિન્દી સિનેમાની જગ્યાએ તમિલ ફિલ્મોમાં વધારે કામ કેમ કરો છો. તો આના જવાબમાં સંગીતકારે કહ્યું કે હું સારી ફિલ્મોને માટે ના નથી પાડતો પરંતુ મને લાગે છે કે એક ગેંગ છે જે મારા વિશે ઈન્ડસ્ટ્રીમાં અફવાહ ફેલાવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે 'જ્યારે મુકેશ છાબડા 'દિલ બેચારા' માટે મારી પાસે આવ્યા હતા. તો મેં તેમને બે જ દિવસમાં ગીત તૈયાર કરીને આપ્યું હતું. ત્યારે મુકેશ છાબડાએ (Mukesh Chhabra) મને કહ્યું હતું કે, સર અનેક લોકોએ મને કહ્યું હતું કે, તેમની પાસે ના જશો. એઆર રહેમાન પાસે ના જશો. તેમણે મને અનેક પ્રકારની કહાનીઓ પણ સંભળાવી હતી. તેમની વાતો સાંભળ્યા પછી મને સમજમાં આવ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં મને કામ કેમ નથી મળી રહ્યું.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું ડાર્ક ફિલ્મોમાં કામ કરું છું. કારણ કે આ ગ્રૂપ મારા વિરુદ્ધ મારા નુકસાનનું વિચાર્યા વગર મારી સામે કામ કરી રહ્યું છે. આ એ લોકો છે જે ઈચ્છે છેકે હું તેમની સાથે કામ કરું. પરંતુ આ સાથે તેઓ એ પણ ઈચ્છે છે કે મને કામ ન મળે. પરંતુ હું નસિબ ઉપર પૂરો વિશ્વાસ રાખું છે. મને ભગવાન ઉપર ભરોસો છે. અને એ વાત ઉપર પણ વિશ્વાસ છે કે જે તમારી પાસે આવે છે તે ઈશ્વર થકી જ આવે છે.'