અનુષ્કા શેટ્ટી (Anushka Shetty)ને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (South Film Industry)માં આવ્યાને એક દાયકાથી વધુ સમય થઇ ગયો છે. તેણે ભાગમતી, અરુંધતી, વેદમ, સિંઘમ, રૂદ્રમાદેવી જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ટોલીવુડ (Tollywood)માં તો તે જાણીતી હતી જ, પરંતુ બાહુબલી બાદ તે દેશ આખામાં ખ્યાતનામ બની ચૂકી છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શન (Anushka Shetty Car Collection) વિશે માહિતી આપી રહ્યા છીએ. તેને ફોર-વ્હીલર્સનો શોખ છે અને તેના ગેરેજમાં ઘણી આલીશાન કાર છે.