અનુષ્કા શર્મા સ્વિમ શૂટ પહેરીને ઉતરી પૂલમાં, ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ
અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે બ્લેક ઓફ શોલ્ડર મોનોકિનીમાં નજર આવે છે. આ ફોટોમાં અનુષ્કા સ્વીમિંગ પૂલની વચ્ચે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એખ્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ટૂંક સમયમાં જ મા બનવાની છે. થોડા સમય પહેલાં જ તેણે અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપશે.


હવે સમયાંતરે અનુષ્કા શર્મા તેનાં સોશિયલ મીડિયા પેજ ઇન્સ્ટાગ્રામ પર તેની બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તે બ્લેક મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં ઉતરી હતી અને તેણે તેની તસવીર શેર કરી હતી


આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'આપનાં જીવનમાં આપની પાસે પહેલાંથી હાજર સારી વસ્તુઓનો સ્વિકાર કરવો સુંદર પાયો હોય છે. તે તમામનો આભાર, જેમણે મને દયા દાખવી અને મને આ દુનિયામાં સારામાં વિશ્વાસ કરવાં પ્રેરિત કરી. આ વિશ્વાસ સાથે હું દિલ ખોલીને આ સારાઇ દુનિયાને પરત કરવાં ઇચ્છુ છું, ખાસકરીને, આપણાં સૌનાં રસ્તા ક્યારેય ને ક્યારેય એક બીજાથી જરૂર ટક્કરાય છે.'