અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ થયો હતો. તેના માતા-પિતાનું નામ અજય કુમાર શર્મા અને આશિમા શર્મા છે. તેનો એક ભાઈ કર્ણેશ શર્મા છે જે ફિલ્મ નિર્માતા છે. ફેમસ ક્રિકેટ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ આ જોડી વિરુષ્કાના નામથી ફેમસ છે. બંને એક પુત્રી વામિકાના માતા-પિતા છે. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અનુષ્કા એક અરબપતિ છે. આજે, અભિનેત્રીના જન્મદિવસ પર, અમે તેની કુલ સંપત્તિ વિશે જણાવીએ છીએ.