

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનુષ્કા શર્મા પ્રેગ્નન્સીનાં અંતિમ સ્ટેજમાં છે. જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપવાની છે તે પહેલાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે જેમાં તે યોગ કરતી નજર આવે છે. તેમાં પણ શીર્ષાસન. (PHOTO: Instagram)


શીર્ષાસન કરતી અનુષ્કાનાં બેલેન્સ માટે પતિ વિરાટ તેનાં પગ પકડેલાં છે. જોકે આ ફોટો શેર કરતાં તેણે હેશટેગની સાથે થ્રોબેક ટેગ કર્યું છે એનો અર્થ કે આ ફોટો જૂનો છે. કારણ કે હાલમાં અનુષ્કા સાત મહિનાની પ્રેગ્નેન્ટ છે અને પતિ વિરાટ ઓસ્ટ્રેલિયામાં છે. તેથી આ ફોટો જૂનો જ છે. (PHOTO: Instagram)


શીર્ષાસન કરતી અનુષ્કાએ મોટી પોસ્ટ પણ લખી છે. તેણે જણાવ્યું છે કે, તેને ડોક્ટરનાં જણાવ્યાં મુજબ પ્રેગ્નેન્સીમાં પણ તમામ આસન કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે પ્રેગ્નેન્સીનાં અમુક ટાઇમ સ્પાનમાં આ આસન કરવાની તેને વાત કરી છે. અનુષ્કા આ આસન પતિ અને યોગ ટિચરની હાજરીમાં આ આસન કર્યુ હતું. જે અંગે તેણે પોસ્ટ શેર કરી છે. (PHOTO: Instagram)


આપને જણાવી દઇએ કે, અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીનાં થર્ડ સ્ટેજમાં છે. એટલે કે હાલમાં તે સાત મહિનાની ગર્ભવતિ છે. તેથી તે આ સમય એન્જોય કરી રહી છે. અનુષ્કાની આ તસવીર પર બોલિવૂડ હસ્તીઓએ કમેન્ટ અને લાઇક કરી રહ્યાં છે. (PHOTO: Instagram)