અનુષ્કાના પિતા કર્નલ અજય કુમારની ટ્રાન્સફર આસામમાં થતાં અનુષ્કાનું એડમિશન 'સેન્ટ મેરી સ્કૂલ, માર્ગરિટા'માં લેવામાં આવ્યું હતું. સાક્ષી પણ એ જ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. આ તસવીરમાં જોઇ શકાય છે કે અનુષ્કા અને સાક્ષી એક ફેન્સી ડ્રેસ પ્રોગ્રામ માટે તૈયાર થઇ છે. ફેયરી ડ્રેસમાં સાક્ષી છે, જ્યારે પિંક લહેંઘામાં અનુષ્કા છે.