એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અભિનેતા કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેન્ડ અને વીજે અનુષા દાંડેકર માતા બનવાના સમાચારને લઈને ચર્ચામાં છે. અહેવાલો મુજબ અનુષા દાંડેકરનું ઘર નાના બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. અનુષા દાંડેકર સુંદર પુત્રીની માતા બની છે. અનુષા દાંડેકરને 40 વર્ષની ઉંમરે માતા બનવાની ખુશી મળી છે. અનુષાએ તેની ક્યૂટ દીકરી સાથે તસવીરો શેર કરીને ફેન્સને આ ખુશખબર જણાવી છે. આ સાથે તેણે પોતાની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે.
અનુષાએ પોતાની લાડકીનું નામ 'સહારા' રાખ્યું છે. દીકરી સાથેની તસવીરો શેર કરતાં અનુષાએ લખ્યું કે, આખરે મારી પાસે મારી નાની દીકરી છે જેને હું મારી કહી શકું છું. હું તમને બધાને મારા એન્જલ 'સહારા'નો પરિચય કરાવી રહી છું જે મારા જીવનનો પ્રેમ છે. હું તારી સંપૂર્ણ સંભાળ રાખીશ, તને થોડી બગાડીશ અને હંમેશા તમામ મુશ્કેલીઓથી તારું રક્ષણ કરીશ. હું તને ખૂબ પ્રેમ કરું છું મારી બાળકી..તારી માતા.'
જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે દંગ રહી ગયા કારણ કે અનુષાએ હજી લગ્ન કર્યા નથી. આવી સ્થિતિમાં, જ્યારે અચાનક પુત્રી હોવાના સમાચાર સામે આવ્યા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો અનુમાન કરવા લાગ્યા કે અનુષાએ આ સુંદર બાળકીને દત્તક લીધી છે. જો તમે પણ આવું જ વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અનુષાએ ન તો આ બાળકીને જન્મ આપ્યો છે અને ન તો તેને દત્તક લીધી છે. અનુષા આ બાળકી માટે God Mother છે.
તેની ઇન્સ્ટા પોસ્ટ પરની ભૂલ સુધારીને, અનુષાએ ફરીથી ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી અને લખ્યું - 'આખરે મારી પાસે એક નાની બાળકી છે જેને હું મારી પોતાની કહી શકું છું.. મારી એન્જલ મારી ગોડ ડોટર, સહારાનો હુ પરિચય આપુ છું. મારા જીવનનો સૌથી મોટો પ્રેમ. અનુષાએ છેલ્લે લખ્યું- આઈ લવ યુ બેબી ગર્લ. તારી GOD Mummy।
એટલું જ નહીં તેણે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું- 'બધાએ ખૂબ પ્રેમ આપ્યો. આ ખૂબ જ સુંદર છે પરંતુ તે મારી GOD DAUGHTER છે. તેથી જ હું તેને મારી કહી શકું છું. એક તસવીરમાં તે તેના નાની એન્જલના પગ પકડેલી દેખાય છે. આ તસવીરમાં તે તેની લાડકી સાથે રમી રહી છે. આ તસવીરમાં તે સહારાના ગાલ પર કિસ કરી રહી છે. અહી નોંધનીય છે કે, તે ઘણા લોકપ્રિય ટીવી શો હોસ્ટ કરતી જોવા મળી છે. તેમાં 'લવ સ્કૂલ', 'સુપર મોડલ ઓફ ધ યર' જેવા નામ સામેલ છે. આ સિવાય અનુષા દાંડેકરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.