

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેની સાથે જોડાયેલી ઘણી ખબર સામે આવી રહી છે. તેની પર્સનલ લાઇફથી લઇને પ્રોફેશનલ લાઇફ સુધી તમામ, સૌ કોઇ તેનાં વિશે વાત કરી રહ્યું છે હાલમાં અનુરાગ કશ્યપ (Anurag Kashyap)એ પણ સુશાંતને લઇને મોટી વાત કરી નાંખી છે. અનુરાગનું કહેવું છે કે, તેણે સુશાંત સિંગ રાજપૂતને બે ફિલ્મો ઓફર કરી હતી. પણ બંને વખત સુશાંતે તેની ઓફર ઠુકરાવી દીધી હતી. અનુરાગ કશ્યપનાં જણાવ્યાં અનુસાર સુશાંત તે સમયે મોટા બેનર્સ હેઠળ જ ફિલ્મ કરવાં ઇચ્છતો હતો. જેને કારણે તેની ફિલ્મને ના પાડી દીધી હતી.


એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુરાગે જણાવ્યું હતું કે, મુકેશ છાબડા તે સમયે મારી ઓફિસનું કામ સંભાળતો હતો. સુશાંત આવ્યો અને મે કહ્યું- યાર તું બિહારનો છોકરો છે. મને પહેલાં મળતો તો તને ફિલ્મમાં કામ આપતો. કારણ કે તે સમયે અનુરાગ એવો જ કોઈ ચહેરો શોધતો હતો કે જે ટીવી સાથે સંકળાયેલ હોય. જોકે તે ફિલ્મમાં સુશાંતનો મેળ નહોતો પળ્યો. તે બાદ અનુરાગે સુશાંતને હંસી તો ફસી ઓફર કરી. પરંતુ ત્યારે સુશાંત યશ ચોપડા ફિલ્મ્સ સાથે સંપર્કમાં હતો અને 3 ફિલ્મોની ડીલ કરી હતી. જેથી હસી તો ફસી ન કરી શક્યો.


અનુરાગે એ પણ જણાવ્યું કે સુશાંતે તેની ફિલ્મ છોડીને કરણની ડ્રાઈવ કરવાનો નિર્ણય કર્યો હતો. આગળ વાત કરતાં અનુરાગે કહ્યું કે, YRFએ સુશાંતને બોલાવ્યો અને કહ્યું કે અમે એક ડીલ આપીએ, તું અમારી ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ કર. ત્યારે સુશાંતે ફરી મારી ફિલ્મ ઠુકરાવી હતી. જો કે મને એના સામે કોઈ વાંધો નહોતો. એમ એસ ધોની વખતે પણ અનુરાગે સુશાંતને એક બીજી ફિલ્મ ઓફર કરી હતી. ત્યારે પણ કેટલાક કારણોના લીધે તે ફિલ્મ નહોતો કરી શક્યો.


અનુરાગે એમ પણ જણાવ્યું કે, આઉડસાઈડર હંમેશા મોટા બેનર સાથે ફિલ્મો કરવાની તલાશ કરતા હોય છે. અને સુશાંત પણ એમ જ હતો. સુશાંત એક ટેલેન્ડેટ છોકરો હતો. મે જે ફિલ્મ ઓફર કરી એ છોડવાનો નિર્ણય તેનો હતો. કારણ કે તેને YRF સાથે કામ કરવું હતું. જોકે અમારી વચ્ચે એ કોઈ મતભેદ નહોતો.