ગૌરવ ખન્ના(Gaurav Khanna) ટીવીનો ફેમસ સ્ટાર છે. આજકાલ તે રૂપાલી ગાંગુલીના ટીવી શૉ 'અનુપમા'માં (Anupama) જોવા મળી રહ્યો છે. આ શૉમાં તે અનુપમાના પતિ અનુજ કપાડિયાનો રોલ પ્લે કરી રહ્યો છે. શૉમાં અનુજની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનુપમાના પતિ તરીકે તેને જોઇને દર્શકો ઘણા ખુશ છે. શૉમાં એક આદર્શ પતિ રૂપે અનુક કપાડિયાનો નેચર એટલો સારો છે દરેક છોકરી આવો પતિ મેળવવા માગે છે. (ફોટો ક્રેડિટ : Instagram @akankshagkhanna)
હવે ગૌરવ-આકાંક્ષાની લવસ્ટોરીની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે બંનેની પહેલી મુલાકાત ખૂબ જ રસપ્રદ રહી હતી. પહેલી મુલાકાત ઓડિટોરિયમમાં થઈ, જ્યાં બંને કોઈ કામ માટે આવ્યાં હતાં. એક ઈન્ટરવ્યુમાં ગૌરવે તેની પત્ની વિશે જણાવ્યું હતું કે મને આકાંક્ષાની નિર્દોષતા પસંદ આવી હતી, જ્યારે તેના હેલ્પિંગ નેચર મારું દિલ જીતી લીધું હતું. (ફોટો ક્રેડિટ : Instagram @akankshagkhanna)