એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનુપમ ખેર (Anupam Kher) અને કિરન ખેર (Kirron Kher)નાં દીકરા સિકંદર ખેર (Sikandar Kher)ની એક પોસ્ટ હાલમાં ખુબજ ચર્ચામાં છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે. સિકંદર ખેર તેની પોસ્ટમાં કંઇક એવું લખ્યું છે જેને કારણે તે વાયરલ થઇ ગઇ છે, સિંકદરે આ પોસ્ટમાં કામ માંગ્યું છે. તેણે લખ્યું છે કે, કામની જરૂર છે.. હંસી પણ શકુ છું.. કેટલાંકે તેની આ પોસ્ટની મજાક ઉડાવી છે તો કેટલાંકે પ્રતિક્રિયા આપી છે. તો કેટલાંક એક્ટરને પરિસ્થિતિને સમજવાની વાત કરે છે. (PHOTO: Instagram)
આ પોસ્ટની સાથે જ સિકંદર ખેરે તેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ઘણો જ સીરિયસ નજર આવે છે. આ ફોટો શેર કરતાં સિકંદરે લખ્યું છે કે, 'કામન જરૂર છે હંસી પણ શકુ છું..' સિકંદરની આ પોસ્ટ પર ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ લખ્યું છે કે,'સર હું અમિતાભ બચ્ચન બાદ કોઇ વ્યસ્ત એક્ટરને ઓળખું છું તો તે આપ જ છો.' અપૂર્વ લાખિયાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં સિકંદર લખે છે, 'મન કરે છે ચુલ્લૂભર પાણીમાં ડૂબી મરું' (PHOTO: Instagram)
અપૂર્વ લાખિયા ઉપરાંત અંગદ બેદીએ પણ સિકંદરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે તે અંગદ બેદીએ સિંકદરની પોસ્ટ પર ખુબ બધા હસવાં વાળા ઇમોજી પોસ્ટ મુક્યા છે. એક યૂઝે કમેન્ટ કરતાં કહ્યું છે કે, સર, મુમ ભાઇમાં શું એક્ટિંગ કરી છે તમે.. સાચે મારા સાઉથ ઇન્ડિયન કામ કરનારાઓની યાદ અપાવી દીધી જે મારા 5000 રૂપિયા લઇને ભાગ ગયો હતો. (PHOTO: Instagram)