એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢથી ભાજપની સાંસદ કિરન ખેર (Kirron Kher) હાલમાં મલ્ટીપલ માઇલોમા (Multiple Myeloma)થી પીડિત છે. અને ધીમે ધીમે રિક્વરી કરી રહી છે. આ વચ્ચે શુક્રવારે સાંજે કિરણ ખેરે તેની તબિયત અંગે સોશિયલ મીડિયા (Social Media) પર અફવાઓ (Rumors)નું બજાર ગરમ થઇ ગયુ છે. કરિની તસીર શેર કરી તેને લોકો શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતાં. આ જોઇને અનુપમ ખેર ગુસ્સે થયા હતાં અને તેમણે લોકોને નેગેટિવ ન્યૂઝ ન ફેલાવવા કહ્યું હતું.
અનુપમ ખેરે, તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કિરણ ખેરની તબિયત સંબંધી જે અફવાઓ ફેલાઇ છે તે તમામ ખોટી છે તેમ જણાવ્યું છે. આ પોસ્ટમાં અનુપમ લખે છે કે, 'કિરણ ખેરનાં સ્વાસ્થ્ય અંગે અફવાઓ ન ફેલાવવામાં આવે. આ તમામ ખોટી વાતો છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને આજે બપોરે જ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. હું આપ લોકોને નિવેદન કરુ છુ કે, આ પ્રાકરનાં ખોટા સમાચાર ન ફેલાવો.. ધન્યવાદ. સુરક્ષિત રહો.'
આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં જ અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને કિરન ખેરની હેલ્થ અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'કિરણની તબિયતમાં સુધારો છે તે પહેલાં કરતાં સ્વસ્થ થઇ રહી છે. પણ મલ્ટીપલ માયલોમાની દવાઓની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ છે. તે તેની રિક્વરી માટે ઘણી જ પોઝિટિવ છે. તેથી આશા વધુ છે. જો આપની પ્રાર્થના તેની સાતે છે તો બધુ જ ઠીક થઇ જશે.'