બિગ બોસનાં ઘરમાં રહેવું સહેલું નથી. ટીવી, ફોન, ઇન્ટરનેટથી દૂર, ન કોઇ ઘરનાં લોકો સાથે વાતચીત કંઇજ નહીં. એવામાં બિગ બોસનાં ઘરથી બહાર આવતા જ એક જ લક્ષ્ય થઇ જાય છે સૌથી પહેલાં પોતાનાં ઘરવાળાને મળવું. અનૂપ જલોટા પણ કંઇક એવું વિચારતા હતાં. તે જ્યારે ઘરની બહાર આવ્યા તો સૌથી પહેલાં તેમની માતાને મળવા પહોચ્યા હતાં. પણ 85 વર્ષની માતાએ અનૂપ જલોટાને મળતાની સાથે તેમનાં હાલચાલ પુછવાની જગ્યાએ એક જ સવાલ કર્યો અને તે હતો કે આ જસલીન કોણ છે?