

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતને દુનિયાને અલવિદા કહે મહિનો થઇ ગયો. સુશાંતએ આ પગલું કેમ લીધુ તે મામલે હજુ પોલીસ તપાસ થઇ રહી છે. સુશાંતનાં પરિવારની સાથે એક વ્યક્તિ એવું પણ છે જેને સુશાંતનાં જવાનો સૌથી વધુ આઘાત લાગ્યો છે. સુશાંત નાં મોત બાદ તે જાણે ભાનમાં જ ન હતી. અમે વાત કરી રહ્યાં છીએ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની.


જી હાં તેનાં નિધનને એક મહિનો થઇ ગયો અંકિતા સોશિયલ મીડિયાથી દૂર હતી. આજે એક મહિના બાદ અંકિતાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અંકિતાનાં મનમાં સુશાંત માટેનો પ્રેમ સ્પષ્ટ જોઇ શકાય છે.


અંકિતા લોખંડે સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ ઘણી તુટી ચૂકી હતી. તે પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. સુશાંતનાં નિધનનાં એક મહિના બાદ તે ઇમોશનલ થતી નજર આવી. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે એક પ્રગ્ટાવેલો દીવો મુક્યો છે. અને કેટલાંક સફેદ ફૂલ મુક્યા છે. અંકિતાએ આ પોસ્ટમાં ફક્ત ત્રણ શબ્દો લખ્યા છે. જેનાં પર ફેન્સ તેમનું દુખ વ્યક્ત કરી રહ્યાં છે. અંકિતાએ આ પોસ્ટમાં લખ્યુ છે. ચાઇલ્ડ ઓફ ગોડ