Home » photogallery » મનોરંજન » ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

અમિતાભ બચ્ચને બે વખત તેને પુછ્યું કે શું તમે શ્યોર છો. અને અનિલ તેનાં જવાબ પર અડી રહ્યો. જે જવાબ ખોટો નીકળ્યો

  • 15

    ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

    કૌન બનેગા કરોડપતિની 11મી સિઝનનો પહેલો સ્પર્ધક ગુજરાતી હતો. તે ગુજરાતનાં પાલિતાણાનો રહેવાસી હતો. તેનું નામ અનિલ રમેશ  જીવનાણી હતું તેણે  3 લાખ 20 હજાર રૂપિયાનાં પ્રશ્નનો ખોટો જવાબ આપે છે અને તે માત્ર 10,000 રૂપિયા જીતીને જાય છે

    MORE
    GALLERIES

  • 25

    ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

    તેને સવાલ પુછવામાં આવે છે કે, કઇ ટીમે ટી-20માં સૌથી વધુ રન 278 બનાવ્યાં હતાં. જેનાં ઓપ્શન હતાં. a. આયરલેન્ડ, b.અફઘાનિસ્તાન, c. ઓસ્ટ્રેલિયા, d. ઇન્ડિયા. અનિલ આ સવલાનાં જવાબને લઇને નિશ્ચિત હતો કે તેનો જવાબ c. ઓસ્ટ્રેલિયા આવશે.

    MORE
    GALLERIES

  • 35

    ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

    અમિતાભ બચ્ચને બે વખત તેને પુછ્યું કે શું તમે શ્યોર છો. અને અનિલ તેનાં જવાબ પર અડી રહ્યો. જે જવાબ ખોટો નીકળ્યો. આ પહેલાં અનિલ તેની ત્રણ લાઇફ લાઇન વાપરી ચુક્યો હતો. અને તેની પાસે એક લાઇફ લાઇન જીવીત હતી જેમાં તે કહત તો તેનો સવાલ બદલીને અન્ય સવાલ પુછવામાં આવત. પણ તે પોતાનાં જવાબ પર નિશ્ચિત હતો અને તેણે લાઇફ લાઇન લીધી ન હતી.

    MORE
    GALLERIES

  • 45

    ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

    અનિલ પાલિતાણી પાલિતાણાનો રહેવાસી છે અને તે તેનાં પિતા સાથે એકલો જ રહે છે. તેથી તેનાં પિતાની સંપૂર્ણ જવાબદારી તેનાં માથે છે શો દરમિયાન તેની જીવનચર્યા અને રહેણી કરણી અંગે પણ દર્શાવવામાં આવ્યું હતું. અનિલ પોતે એક્સ જીમ ઇન્સ્ટ્રક્ટર હતો અને સાથે જ સ્કૂલ ટીચર પણ છે.

    MORE
    GALLERIES

  • 55

    ગુજરાતનો અનિલ KBC-11નો પહેલો સ્પર્ધક, ફક્ત રૂ. 10,000 જીત્યો

    અનિલ પહેલો ખેલાડી હતો જેને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે 2019ની ઘટનાઓને ક્રમમાં ગોઠવો.. જેનાં ઓપશન હતાં. a. 2019 લોકસભા ચૂંટણી, b. અભિનંદની વાપસી, c. ચંદ્રયાન 2નું લોન્ચિંગ d.વિશ્વકપ 2019

    MORE
    GALLERIES