Summons against Shilpa Shetty: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. હાલમાં જ પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) અંગે ટેન્શનમાં રહ્યાં બાદ હવે પોતે શિલ્પા શેટ્ટી, તેની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) અને માતા સુનંદા શેટ્ટી (Sunanda Shetty) પર છેતરપીંડી (Fraud)નો આરોપ છે. આ માટે તેમનાં વિરુદ્ધ એક સમન જારી કરવામામં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, બિઝનેસમેને જુહૂ પોલિસ સ્ટેશનમાં તેનાં વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
<br />અંધેરીની મેજિસ્ટ્રેટી કોર્ટે એક્ટ્રેસ અને તેની બહેન અને મા વિરુદ્ધ સમન્સ જારી કર્યાં છે. શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનંદા શેટ્ટી પર 21 લાખ રૂપિયાની લોન ન ચુકવવાનો આરોપ છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જાણકારી મુજ, શિલ્પા અને શમિતાનાં પિતા સુરેન્દ્ર શેટ્ટી (Surendra Shetty)એ 21 લાખ રૂપિયાની લોન લીધી હતી.