

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ છે. તેની ફિલ્મ ખાલી પીલી (Khaali Peeli)ને કારણે ચર્ચાઓમાં છે. અને હવે ફરી એક વખત અનન્યા ખબરમાં છે. આ વખતે તેની ફિલ્મ માટે નહીં પણ તેની તસવીરો માટે. જી હાં તેણે હાલમાં તેનાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયુ વેગે વાયરલ થઇ ગઇ છે. (PHOTO: @ananyapanday/Instagram)


અનન્યા પાંડેની આ સ્ટાઇલનાં લોકો દિવાના થઇ ગયા છે. અનન્યાએ ઇન્સ્ટાગ્રામ પર સ્કાય બ્લૂ કલરની સ્લિપ ડ્રેસમાં તસવીરો શેર કરી છે જેમાં તેનું ફિગર સુંદર લાગે છે. સેક્સી લેગ્સ તે ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરોની સાથે અનન્યાએ કેપ્શનમાં એક આંખ અને સાગરની ઇમોજી શેર કરી છે. (PHOTO: @ananyapanday/Instagram)


અનન્યાની આ પોસ્ટ શેર કર્યા બાદ તેનાં પર કમેન્ટ્સની ભરમાર લાગી ગઇ છે. અનન્યાની ખાસ મિત્ર સુહાના ખાને પણ તેનાં પર કમેન્ટ કરી છે. સુહાના લખે છે, 'વાહ, આ સાથે જ તેણે બે ઇમોજી શેર કરી છે.' (PHOTO: @ananyapanday/Instagram)


સોશિયલ મીડિયા યૂઝર્સે અનન્યાનું લેટેસ્ટ ફોટોશૂટ ઘણું જ પસંદ આવી રહ્યું છે. આ તસવીરો જોઇને કોઇ તેનાં પર HOT લખે છે તો કોઇ લખે છે, 'એકદમ ઝેરી' (PHOTO: @ananyapanday/Instagram)


અનન્યાની સ્ટાઇલ સેન્સ ઘણી જ સારી છે અને તેનાંથી જ તે ધીમે ધીમે લોકોનાં મનમાં પોતાની જગ્યા બનાવી રહી છે. (PHOTO: @ananyapanday/Instagram)


નેપોટિઝમ મામલે અનન્યા હાલમાં ચર્ચામાં આવી હતી અને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી .(PHOTO: @ananyapanday/Instagram)