આ સીરિયલના લીડ રોલમાં વિદેશી અભિનેત્રી જેઝી બેલેરિની છે. આ શોમાં જેઝી બેલેરિની ફિરંગી વહુના પાત્રમાં જોવા મળશે. જેઝી બેલેરિનીને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. તે ઘણા દેશોમાં રહી ચૂકી છે, જેના લીધે તેને વિવિધ કલ્ચર્સ વિશે જાણવું ઘણું પસંદ છે. જેઝી ઇન્ડિયા આવી તેની પાછળનું સૌથી મોટું કારણ બોલિવૂડ અને એક્ટિંગ પ્રત્યેનો તેનો પ્રેમ છે. તે પહેલાંથી જ એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી હતી.
સિદ્ધૂ મૂસેવાલા સાથે કામ કરવાના અનુભવ વિશે તેણે કહ્યું હતું કે, સિદ્ધુ મૂસેવાલા સાથે એક પ્રોજેક્ટનો ભાગ હોવો બહુ જ સન્માનની વાત છે. આ બીજી વાર હતું કે હું ઇન્ડિયામાં હતી તો મને સેલિબ્રિટીઝની સમજણ નહોતી, પરંતુ જ્યારે મેં ઇન્ડિયામાં રહેવાનું શરૂ કર્યું તો મને અહેસાસ થયો કે સિદ્ધૂ મૂસેવાલા આ દેશમાં એક લેજેન્ડ હતા. મને એ વાતની ખુશી છે કે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો.