એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ઘણા કલાકારોએ પોતાના દમ પર ખૂબ મહેનત કરીને પોતાના પગ જમાવ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પરિણીતી ચોપરા, બોમન ઈરાની જેવા કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા આ કલાકારો અલગ-અલગ કામ કરતા હતા. જેમના વિશે અમે તમને આજે જણાવીશું.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મોમાં આવતા પહેલા શિપિંગ ફર્મમાં નોકરી કરી હતી, સાથે જ ફ્રેટ બ્રોકરનું પણ કામ કરી ચુક્યા છે. આમિતાભ બચ્ચન તેમના અવાજથી પણ પ્રખ્યાત છે, પરંતુ ઓલ ઇન્ડિયા રેડિયોએ ન્યુઝ રીડરના ઓડિશન માટે તેમને રિજેક્ટ કરી દીધા હતા. જે બાદ તેમણે સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું.
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે ફિલ્મોમાં આવતા પહેલા વેટર, શેફ, સેલ્સમેન અને માર્શલ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચુક્યા છે. તેમણે વર્ષ 1991માં ફિલ્મ સૌગંધથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું.
જેકલીન ફર્નાન્ડિઝ બોલિવૂડમાં આવતા પહેલા શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, તે બોલિવૂડની ખુબસુરત અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે.
આપણે બધા જ જાણીએ છીએ કે જ્હોન અબ્રાહમ ફિલ્મોમાં કામ કરતા પહેલા મોડલ હતા. જોકે, તેઓ પોતાનો ખર્ચ ઉપાડવા માટે મીડિયા પ્લાનર તરીકે કામ કરતા હતા.
સુપરસ્ટાર રાજનીકાંતને ઓળખ આપવાની કોઈ જરૂર નથી. તેમણે ફિલ્મો પહેલા ફૂલી, બસ કંડક્ટર અને સુથારીકામ જેવા કામ કર્યા છે.
રણવીર સિંહ આજે બોલીવુડમાં ખુબ નામ કમાઈ ચુક્યા છે. પરંતુ તમે નથી જાણતા કે તેઓ ફિલ્મોમાં આવતા પહેલા એક એડ એજન્સી માટે કોપીરાઇટરનું કામ કરતા હતા.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ફિલ્મિમાં ડેબ્યુ કરતા પહેલા લંડનની એક ફર્મમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતી હતી. જે બાદ યશરાજ ફિલ્મ્સના પબ્લિક રિલેશન ટીમમાં તે ઇન્ટર્ન તરીકે પણ કામ કરી ચુકી છે.
બોમન ઈરાનીએ વર્ષ 2003માં ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ પહેલા બોમન ઈરાની મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા હતા.
પોતાની આગવી અભિનય કળાથી દર્શકોના દિલમાં છવાઈ ગયેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી ભણતર પૂર્ણ કર્યું છે. આ દરમિયાન પોતાનો ખર્ચ કાઢવા માટે તેઓ વોચમેન અને કેમિસ્ટ તરીકે કામ કરતા હતા.