ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 14' (KBC 14)એ સામાન્ય માણસ માટે કરોડપતિ બનવાની સુવર્ણ તક છે. આટલું જ નહીં, કરોડપતિ બનવાની તક ઉપરાંત, લોકોને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) ને મળવાનો પણ મોકો મળે છે. અમિતાભ બચ્ચન શોમાં સ્પર્ધકો સાથે એટલા સહજ રીતે વર્તે છે કે, તેઓ તેમના જીવન સાથે સંબંધિત તમામ સારા અને ખરાબ અનુભવો શેર કરે છે. તાજેતરમાં જ એક સ્પર્ધકે શોમાં અમિતાભ બચ્ચનને તેની પત્ની વિશે ફરિયાદ કરી હતી. તેમની ચર્ચાને કારણે બિગ બી પણ પરેશાન થઈ ગયા હતા.
રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 14'ના આગામી એપિસોડમાં દિલ્હી સ્થિત બિઝનેસમેન હર્ષ પોદ્દાર ટૂંક સમયમાં હોટ સીટ પર પહોંચશે. તેઓ પત્નીને સાથી તરીકે સાથે લાવ્યા છે. આ પ્રોમો સોની ટીવી દ્વારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન તેમનું સ્વાગત કરતા જોવા મળે છે અને તેમના વિશે દર્શકોને જણાવે છે.
બિગ બી સ્પર્ધકને વિનંતી કરે છે કે, તમે શોમાંથી ઘણા પૈસા જીતી લો અને બધા પોતાની પત્નીને આપી દેશો. ત્યારે સ્પર્ધક તરત જ કહે છે કે પૈસા તો એમ પણ તેની પાસે જ જશે. આ પછી સ્પર્ધક તેની વાત શેર કરે છે અને કહે છે, "જો કોઈ દિવસ કામ સારું થયું હોય અથવા મૂડ સારો હોય તો હું ખુશ મિજાજ સાથે ઘરે આવું છું અને જો મારા ચહેરા પર સ્મિત હોય તો પત્નીજી ….", આના પર બિગ બી તરત જ પ્રતિક્રિયા આપે છે, "આજે તમે હસો છો, કોને મળીને આવ્યા છો?". સ્પર્ધક તરત જ પોતાની જાતને આની સાથે જોડે છે અને કહે છે કે, “શું તમારી સાથે પણ આવું થાય છે?” બિગ બી કહે છે, "અરે, આ એક યુનિવર્સલ ટ્રુથ છે અને જે દિવસે તમે ગંભીર મૂડમાં હોવ છો, ત્યારે તમને થોડી સહાનુભૂતિ મળતી હોય છે."
સ્પર્ધક કહે છે કે તેમની સાથે આવું થતું નથી. હર્ષ કહે છે કે, જ્યારે તે ઉદાસ મૂડ સાથે ઘરે આવે છે, ત્યારે પણ તેની પત્ની શંકા કરે છે અને કહે છે, "લાગે છે કે તમે કોઈ છોકરી પર ચાન્સ માર્યો હતો અને તેણે ના પાડી દીધી". આ સાંભળીને બિગ બી ચોંકી જાય છે. હર્ષ તેની વાત ચાલુ રાખતા કહે છે કે રોમેન્ટિક ગીતો સાંભળવા પર પણ પત્નીનો ટોણો ખાવો પડે છે.
બાદમાં બિગ બી સ્પર્ધકને પૂછે છે કે, શું તમારી પત્ની તમને ફિલ્મ બતાવવા લઈ જાય છે? તો સ્પર્ધક કહે છે કે તેને ફિલ્મોનો શોખ છે, તે પત્નીને લઈ જાય છે. ત્યારે તેની પત્ની કહે છે, "ક્યારેક હું લઈ જાઉં છું અને ક્યારેક તે." સ્પર્ધક કહે છે કે,”મોટા ભાગે હું લઇ જાઉ છું”. ત્યારે તેની પત્ની કહે છે કે “બંને એકબીજાને લઇ જઈએ છીએ”. આ પછી સ્પર્ધકનું કહે છે કે “અહીં જ લડાઈ શરૂ થઈ ગઈ”. બિગ બી આશ્ચર્ય સાથે તેમના શબ્દો સાંભળતા હોય છે અને કહે છે કે, મને આશા હતી જ કે, અહીં જ કંઈક થઇ જશે.” તે પછી બધા હસવા લાગે છે.