

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દીકરી શ્વેતા બચ્ચન નંદા ભલે લાઇમલાઇટથી દૂર રહે છે. પણ તેમની લાડલી અને બિગ બીની દોહિત્રી નવ્યા નંદા (Navya Nanda) ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યું છે. જે બાદ તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. નવ્યાએ નવાં વર્ષ પર તેની સુંદર તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર મહેફિલ લૂટી રહી છે. (PHOTO: @navyananda/Instagram)


નવાં વર્ષનાં સમયે નવ્યા નંદા (Navya Nanda)એ તેની ફ્રેન્ડ સાથે ઘણી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીછે. તસવીરમાં નવ્યા ગોલ્ડન શિમર ડ્રેસમાં નજર આવી રહી છે. ને તે આ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગી રહી છે. (PHOTO: @navyananda/Instagram)


નવ્યા નંદા તેનાં ખુશમિજાજ અંદાજ માટે જાણીતી છે. તે તેની તસવીરોમાં પણ જોવા મળે છે. (PHOTO: @navyananda/Instagram)


નવ્યાની તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. હાલમાં જ તેણે ક્રિસમસનાં સમયે તેની નાની જયા બચ્ચન સાથેની તસવીર શેર કરી હતી જે ખુબજ વાયરલ થઇ હતી. (PHOTO: @navyananda/Instagram)


નવ્યા, શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની દીકરી છે. નવ્યાએ ઇંગ્લેન્ડનું સેવન ઓક્સ સ્કૂલમાં તેનું ભણતર પૂર્ણ કર્યુ છે. સાથે જ તેણે તેની હાયર સ્ટડીઝ ન્યૂયોર્કની ફોરડમ યૂનિવર્સિટીથી કરી છે. (PHOTO: @navyananda/Instagram)