અમિતાભ બચ્ચને બ્લોગમાં તસવીરો શૅર કરીને પગની ઈજા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'પગની તૂટેલી આંગળી, દુખાવો બહુ થાય છે, પરંતુ હું પ્લાસ્ટર કરાવીશ નહીં, કારણ કે અત્યાર સુધી આ માટે કોઈ મેથડ શોધાઈ નથી. આથી મેં એક સામાન્ય ભાષામાં કહેવાતું 'બડી ટેપિંગ' કર્યું છે. આવું એટલા માટે કારણે કે તૂટેલી આંગળીને પણ આરામ મળી રહે. ચાર-પાંચ અઠવાડિયામાં સારું થઈ જશે.'