એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મ દિવસ છે. આજે તેમનાં જન્મ દિવસે વર્ષ 2021માં તેમની નેટવર્થ કેટલી છે. અમિતાભ બચ્ચનની નેટ વર્થ વર્ષ 2021માં $455 મિલિયન છે. જે ને ભારતીય આંકાડામાં જોઇએ તો. તે 3322 કરોડ રૂપિયા થાય છે. તેઓ તેમની મોટાભાગની કમાણી ફિલ્મો અને પ્રમોશન દ્વારા જ કરે છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે 6 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે ચે. અમિતાભ બચ્ચની નેટવર્થ દર વર્ષે 12 ટકાનાં દરે વધી રહી છે.
વિન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Car Collection) પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ (Rolls Royces), રેન્જ રોવર (Range Rover), બેન્ટલી (Bentley), BMW, ઓડી (Audi), મર્સિડિઝ (Mercedes), પોર્સ (Porsche), ટોયોટા (Toyota) અને મીની કૂપર (Mini Cooper)જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.