મેગા સ્ટાર અમિતાભ બચ્ચન આમ તો પોતાનાં સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. પણ હવે જે તસવીર વાયરલ થઇ છે તે તેમને શેર કરી ન હતી. ખરેખર ઇન્ટરનેટ પર બિગ બી અને જયા બચ્ચનની એક તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. જેને આપ જોઇ શકો છો. આ તસવીરમાં જયા બચ્ચન અને બિગ બી ઘણાં રોમેન્ટિક અંદાજમાં એકબીજાની નજીક બેઠેલા નજર આવે છે. ઘણાં દિવસો બાદ તેમનો આ અંદાજ કપલ અને ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. પણ કેલાંક લોકો એવાં પણ છે જેઓએ જયા બચ્ચનની આ તસવીર ટ્રોલ કરી છે.
મેગા સ્ટાર અમિતાભ બચ્ચન આમ તો પોતાનાં સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. પણ હવે જે તસવીર વાયરલ થઇ છે તે તેમને શેર કરી ન હતી. ખરેખર ઇન્ટરનેટ પર બિગ બી અને જયા બચ્ચનની એક તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. જેને આપ જોઇ શકો છો. આ તસવીરમાં જયા બચ્ચન અને બિગ બી ઘણાં રોમેન્ટિક અંદાજમાં એકબીજાની નજીક બેઠેલા નજર આવે છે. ઘણાં દિવસો બાદ તેમનો આ અંદાજ કપલ અને ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. પણ કેટલાંક લોકો એવાં પણ છે જેઓએ જયા બચ્ચનની આ તસવીર ટ્રોલ કરી છે.
આપને જણાવી દઇએ કે, જયા બચ્ચન તેનાં ગુસ્સાને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. તેઓ ઘણી વખત ફોટો ખેચવાની બાબતે જ પેપરાઝીને તતડાઇ નાખે છે. આ કારણે જયા પર આ પ્રકારની કમેન્ટ્સ થઇ રહી છે. એક વખત તે પેપરાઝી પર ઐશ્વર્યાને એશ કહેવા પર નારાજ થઇ ગઇ હતી. આ પ્રકારનાં ઘણાં કિસ્સા છે. જે બાદ સૌને માલૂમ થયુ કે જયા કેવી વાતો પર ભડકી શકે છે.