નવી દિલ્હી: તેલુગૂ એક્ટર અલ્લૂ અર્જુન (Allu Arjun) શનિવારે હૈદરાબાદમાં હતો ત્યાં તે તેની ફિલ્મ 'પુષ્પા'નાં શૂટિંગ માટે આવ્યો હતો. અલ્લૂ અર્જુન તેની વેનિટી વેનથી સફ રકતો હતો જેનું નામ ફેલ્કન (Falcon) છે. શનિવારે ખમ્મમ સ્થિત એક જગ્યા પર તેની વેનિટી વેનનો એક્સિડન્ટ થયો હતો. સારી વાત તો એ છે કે તે સમયે વેનિટી વેનમાં અલ્લૂ અ્જુન ન હતો. વેનિટી વેનમાં હાજર મેકઅપ ટીમનાં કોઇ સભ્યને ઇજા થઇ ન હતી.
આ ઘટના ત્યારે થઇ જ્યારે વેનિટી આંધ્ર પ્રદેશનાં મરુદુમલીથી હૈદરાબાદ જઇ રહ્યાં હતાં. આ દરમિયાન એક અન્ય વાહનથી તેમની વેનિટી વેનને પાછળ ટક્કર વાગી હતી. દુર્ધટના બાદ સ્થાનિક લોકો વાહનની આજુ બાજુ ભેગા થઇ ગયા હતાં. અને સેલ્ફી લેવા લાગ્યા હતાં. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે આ દૂર્ઘટના ત્યારે તઇ જ્યારે વેનિટી વેનનાં ડ્રાઇવરે બ્રેક મારી અને પાછળ આવી રહેલી અન્ય ગાડી વેનિટી વેનમાં ઘુસી ગઇ.