અલ્લુ અર્જુન ઘણીવાર ફેન્સ માટે વેનિટી વેન (allu arjun vanity van) ની તસવીરો શેર કરે છે. અર્જુનની વેનિટી વાનને રેડ્ડી કસ્ટમ કારવા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
અલ્લુ અર્જુનની વેનિટી વેન (allu arjun vanity van) એ પૈડાં પરનો મહેલ છે. જેને જોયા બાદ બધાની આંખો ખુલ્લી રહી જાય છે. તે ઘણીવાર ફેન્સ માટે વેનિટી વેનની તસવીરો શેર કરે છે. અર્જુનની વેનિટી વાનને રેડ્ડી કસ્ટમ કારવા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
2/ 6
આ વેનની કિંમત 7 કરોડ રૂપિયા છે. અલ્લુ અર્જુન (allu arjun) ની વેનિટી વેન ફેલ્કનની બહાર અને અંદર તેના નામના અક્ષર AA લખેલા છે.
3/ 6
આ વેનિટી વેનનું ઈન્ટિરિયર બ્લેક, વ્હાઈટ અને સિલ્વર કલરમાં કરવામાં આવ્યું છે.
4/ 6
અલુની વેનિટી વેનમાં રેક્લાઈનર ખુરશીઓથી લઈને લેધરની સીટો, મોટા અરીસાઓ અને મનોરંજન માટે ઘણી વસ્તુઓ કરવામાં આવી છે, જેથી અભિનેતાને વેનિટી વેનમાં કંટાળો ન આવે. અલ્લુ અર્જુન મોટાભાગે તેની વેનિટી વેનમાં મુસાફરી કરે છે.
5/ 6
આ વેનનો દેખાવ બહારથી જેટલો સારો છે, તેટલી જ આ વાનને અંદરથી પણ ખાસ બનાવવામાં આવી છે. આ વેનને બહારથી બ્લેક કલર આપવામાં આવ્યો છે અને અંદરથી બ્લેક, સિલ્વર અને ગ્રે કલરમાં ફિનિશિંગ આપવામાં આવ્યું છે.
6/ 6
બાથરૂમથી લઈને રેસ્ટ રૂમ સુધી, આ વેનિટીને સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ વેનની અંદર અલ્લુ અર્જુન માટે એક મોટી બ્લેક કલરની સીટ પણ રાખવામાં આવી છે, જેના પર કલાકાર પેકઅપ કર્યા પછી આરામ કરે છે.