કૌન બનેગા કરોડપતિની 11મી સીઝન શરૂ થઇ ચુકી છે. આ વકતે આ સીઝનમાં કેટલાંક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. નવી સીઝનમાં આપ એક લાઇફ લાઇન નથી તે છે મિત્રની મદદ. જી હાં આ પહેલાં શોમાં 'ફોન અ ફ્રેન્ડ' લાઇફ લાઇન હતી. જે બાદ ગત દસમી સીઝનમાં 'સાથી મિત્રની મદદ' માટે ખાસ લાઇફ લાઇન હતી. આ બંને લાઇફ લાઇન આ વખતની 11મી સિઝનમાંથી હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ એક નવી લાઇફ લાઇન એડ કરવામાં આવી છે.