રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. બુધવારે સવારથી જ આરકે હાઉસમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. સવારે મહેંદી વિધિ અને સાંજે સંગીત સમારોહ યોજાયો હતો. આલિયા-રણબીરની મહેંદીમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂરે પણ હાજરી આપી હતી. સમગ્ર સમારોહમાં કપૂર બહેનોએ ચાર ચાંદ લગાવી દીધા હતા.