Alia Bhatt Birthday : આલિયા ભટ્ટે (Alia Bhatt) ખૂબ જ નાની ઉંમરે સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેની સ્ક્રિપ્ટની પસંદગી અદ્ભુત છે. તે ફિલ્મમાં તેના પાત્રના મહત્વને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ ફાઇનલ કરે છે. આજે પોતાનો 29મો જન્મદિવસ (Happy Birthday Alia Bhatt) ઉજવી રહેલી આલિયા ભટ્ટ પાસે ઘણી એવી ફિલ્મો (Alia Bhatt Films) છે જેને તેણે રિજેક્ટ કરી છે. આમાંથી કેટલીક સુપરહિટ તો કેટલીક સુપરફ્લોપ બની. તમે આલિયાની બિગ બેનરની રિજેક્ટ થયેલી ફિલ્મો પર પણ નજર રાખી શકો છો. (ફાઇલ ફોટો)