બોલિવૂડનાં બે સુપર સ્ટાર્સ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) તેમનાં રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણી વખત જાહેરમાં તેનાં પ્રેમનો એકરાર કરી ચુક્યા છે. તો રણબીર કપૂર અને આલિયાનાં ફેન્સને હાલમાં ઇન્તેઝાર છે કે ક્યારેય આ જોડી તેમની સગાઇની કે પછી લગ્નની તારીખ જાહેર કરે.
જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે, આલિયા ભટ્ટ, રિશિ કપૂરનાં ખબર અંતર કાઢવા પહોંચી હતી. રિશિ કપૂર બીમારી બાદ ઠીક થઇને લાંબા સમય બાદ ભારત પરત આવી ગયા છે. તેમને મળવા ઘણાં લોકો આવે છે. પણ હેરાનીની વાત એ છે કે, આલિયા ભટ્ટ જે રીતે સજેલી તી તે જોઇને એવું લાગતું હતું કે, જાણે કોઇ ખાસ પ્રસંગ હોય.
એક યૂઝરે આ તસવીર પર લખ્યું, 'શું આલિયાની સગાઇ થઇ ગઇ'. તો અન્ય એક યૂઝરે સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે લખ્યું, 'એંગેજમેન્ટ ડન'... તો અન્ય એકે લખ્યું, 'બહૂવાલા રૂપ' જોકે હજુ સુધી આલિયા ભટ્ટનાં પરિવારે લગ્ન અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. કે ન તો રણબીર કપૂરનાં પરિવાર તરફથી આ અંગે કોઇ જ નિવેદન આવ્યું છે. જોકે એવી વાતો છે કે, હવે જ્યારે રિશિ કપૂર પરત આવી ગયા છે તો આ બંનેનાં લગ્નની ખબર જલદી જ આવી શકે છે.