મુંબઈઃ આલિયા ભટ્ટ (Alia Bhatt) અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ 'ડાર્લિંગ્સ' (Darlings)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શનિવારે, મોમ-ટૂ-બી એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરની એક સિરીઝ શેર કરી, જેમાં તે કાળા કલરના એથનિક ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે બ્લેક ડીપ નેકલાઈન એથનિક આઉટફિટ પહેર્યું હતું જેના પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. તેને બ્લેક પ્લાઝોની સાથે પેર કરવામાં આવ્યું હતું. આલિયાએ પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે ઝુમકા અને નાની બિંદી લગાવી હતી.